Site icon

Gujarat Hospital : ગુજરાતની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં બનશે ભૂતકાળ, વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ

Gujarat Hospital : તજજ્ઞ વર્ગ-૧ની જુદા-જુદા ૧૨ સંવર્ગની કુલ ૧૧૪૬ જગ્યાઓ માટે G.P.S.C.માં માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે.જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે. ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવશે.

Gujarat Hospital Gujarat govt announces recruitment for staff nurses and doctrors in state hospitals

Gujarat Hospital Gujarat govt announces recruitment for staff nurses and doctrors in state hospitals

News Continuous Bureau | Mumbai 

Gujarat Hospital :

Join Our WhatsApp Community

ગુજરાત વિધાનસભામાં તાપી અને વલસાડ જિલ્લાના આરોગ્યકેન્દ્રોમાં મંજૂર મહેકમની સામે ભરાયેલ અને ખાલી મહેકમ સંદર્ભેના પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં વર્ગ-1 માં કુલ 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા અને વર્ગ 3 અને 4 માં 76.04 ટકા તેવી જ રીતે વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા અને વર્ગ-3 અને 4 માં 49.36 ટકા મહેકમ ભરાયેલ છે.

Gujarat Hospital : તાપી જિલ્લાની સ્થિતિ :

તાપી જિલ્લામાં ખાલી મહેકમ ભરવા હાથ ધરાયેલ પ્રયાસો સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૧૬, પી.જી. બોન્ડેડ-૧૩ અને ૧૧ માસ કરાર આધારિત-૨૯ મળી કુલ ૫૮ને નિમણુંક અપાઇ છે. તાપીના ૩૮ પ્રા.આ.કે. માં ૬૮ માંથી ૬૨ M.O ની જગ્યાઓ ભરેલ છે. તાપી જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ વર્ગ-૧ માં ૧૨ માંથી ૪ ભરેલી છે. ખાલી જગ્યાઓ પર નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. તદ્ઉપરાંત સી.એમ.સેતુ અંતર્ગત પણ તજજ્ઞ તબીબોની સેવા લેવામાં આવે છે. એમ.ઓ. વર્ગ -૨ ની તમામ ૨૪ જગ્યાઓ ભરેલ છે. તાપીની જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ની ૪૫ માંથી ૩૧ તેમજ વર્ગ-૨ માં ૩૦ માંથી ૨૬ જગ્યાઓ ભરાયેલ છે.

Gujarat Hospital : વલસાડ જિલ્લાની સ્થિતિ:

વલસાડ જીલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૯, પી.જી. બોન્ડેડ-૧૦ અને ૧૧ માસ કરાર આધારિત-૧૫ મળી કુલ ૩૪ને નિમણુંક આપવામાં આવી છે. વલસાડમાં પ્રા.આ.કે. માં એમ.ઓ. વર્ગ-૨ની ૯૩ માંથી ૯૧ જગ્યાઓ ભરેલ છે.
વલસાડ સા.આ.કે.માં તજજ્ઞ ૩૨માંથી ૧૧ ભરેલી છે. નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. એમ.ઓ. વર્ગ-૨ની તમામ ૪૦ ભરેલ છે. વલસાડમાં જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ ની ૩૭ માંથી ૨૩ અને વર્ગ-૨ ની ૨૩ માંથી ૨૧ જગ્યાઓ ભરાયેલ છે.

Gujarat Hospital : રાજ્યમાં ખાલી જગ્યા ભરવાનું આયોજન

વર્ગ-૧

તજજ્ઞ વર્ગ-૧ની જુદા-જુદા ૧૨ સંવર્ગની કુલ ૧૧૪૬ જગ્યાઓ માટે G.P.S.C.માં માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે.જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે. ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવશે. સરકારી મેડિકલ કોલેજો ખાતેથી પી.જી. થયેલ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે. જે માટે હાલમાં ૪૩૫ તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોગ્ય કમિશનરશ્રી કચેરી દ્વારા દરરોજ વોક-ઇન ઇન્ટરવ્યુ લઇને ૧૧ માસના કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે.સી.પી.એસ. થયેલ અંદાજે ૯૮ ઉમેદવારોની અરજીઓ મળેલ છે. જેમને એક વર્ષ માટે નિમણુંક આપવાની પ્રક્રિયા ચાલુમાં છે.

વર્ગ-૨

વર્ગ-૨ની ૧૯૨૧-જગ્યા ભરવા માટે ભરવા GPSC દ્રારા તા. ૨૧/૧૧/૨૦૨૪ તથા તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અંદાજે ૧૩,૦૦૦ કરતા વધુ અરજીઓ મળેલ છે અને તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષા પણ લેવામાં આવશે

વર્ગ-૩

વર્ગ-૩માં સ્ટાફનર્સની ૧૯૦૩ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવી છે. પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની અન્ય ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. ૧૦ વર્ષિય ભરતી કેલેન્‍ડર મુજબ રાજયમાં અર્બન હેલ્થ અંતર્ગત ૧૪૭૯ જગ્યાઓ ભરવા આયોજન કરેલ છે.

આ સમાચાર પણ વાંચો: Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫ માં ૮ કોલેજમાં યુ.જી. ની ૯૨૫ બેઠકો હતી. હાલ ૪૧ કોલેજોમાં ૭૨૫૦ બેઠકો છે. જેના લીધે વર્ગ-૨ ડોક્ટરો ઉપલબ્ધ થવાથી મોટા ભાગની વર્ગ-૨ જગ્યાઓ બંને જીલ્લામાં ભરેલી છે. તેવી જ રીતે વર્ષ ૧૯૯૫માં પી.જી. માં ૬૮૮ બેઠકોની સામે હાલ ૩૭૧૯ બેઠકો છે અને ૧૦૧૧ બેઠકો વધારવા માટે એસેન્સિયાલીટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આથી આવનારા સમયમાં વર્ગ-૧ ની ઘટ પણ પુરી થઇ શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
MCA: MCA ચૂંટણીમાં પવારની ‘ગુગલી’: શરદ પવારે મંત્રીના પુત્ર માટે સમર્થન માંગીને ખેલ બગાડ્યો!
Female doctor commits suicide: મહારાષ્ટ્રમાં ડૉક્ટરના આપઘાતથી ભૂકંપ: હાથ પર લખી સુસાઇડ નોટ, પોલીસકર્મી પર લગાવ્યો આવો ગંભીર આરોપ
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Exit mobile version