Site icon

Gujarat Judicial system : ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય, રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને અપાશે રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર

Gujarat Judicial system : રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ટેબ્લેટ અને રૂ. ૨૦,૦૦૦ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.

Gujarat Judicial system Gujarat government will provide tablets and printers worth up to Rs. 1 lakh to 1200 judges of district judiciary

Gujarat Judicial system Gujarat government will provide tablets and printers worth up to Rs. 1 lakh to 1200 judges of district judiciary

 News Continuous Bureau | Mumbai

Gujarat Judicial system : 

Join Our WhatsApp Community

ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે.

આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ટેબ્લેટ અને રૂ. ૨૦,૦૦૦ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.

ભારતીય ન્યાય સંહિતાના નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના અસરકારક અમલીકરણ માટે ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશોને અદ્યતન ટેકનોલોજીના સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલ ઈ-કોર્ટ મિશન મોડ અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની ઈઝ ઓફ ડૂઈંગ જસ્ટિસ નીતિના ભાગરૂપે કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Railway safety inspection drive: માનવીય ભૂલો ઘટાડવા અને અકસ્માતો ઘટાડવા માટે 15 દિવસની સુરક્ષા અભિયાન શરૂ, રેલવે ક્રોસિંગ ગેટ પર આ વસ્તુ લગાવવામાં આવશે

આ નિર્ણય ગુજરાત સરકારની ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેનાથી ન્યાયિક અધિકારીઓને તેમના કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમતા અને ચોકસાઈ લાવવામાં મદદ મળશે. આ પહેલ રાજ્યની ન્યાય વ્યવસ્થાને ડિજિટલ યુગ સાથે સાંકળીને નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય અપાવવાના લક્ષ્યને વેગ આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version