News Continuous Bureau | Mumbai
ઉનાળાના વેકેશનમાં મુંબઈથી સોમનાથ અને ગીરના જંગલો ફરવા જવા ઈચ્છતા પર્યટકો માટે આનંદના સમાચાર છે. હવે મુંબઈથી ટૂંકા સમયમાં જ સોમનાથ ગીરના જંગલમાં પહોંચી શકાશે.
આગામી 16 એપ્રિલથી મુંબઈથી કેશોદની સીધી ફલાઈટ ચાલુ કરવામાં આવવાની છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia) હસ્તે આ નવી ફ્લાઇટ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે.
આ ફ્લાઈટ કેન્દ્ર સરકારની UDAN યોજનાનો ભાગ છે, જેમાં 50 ટકા સીટની ટિકિટ ડિસ્કાઉન્ટ રેટ (Discont Rate) પર ઉપલબ્ધ હોય છે. આ ફ્લાઈટનું ઉદ્ઘટાન 16 એપ્રિલ, 2022ના બપોરના બે વાગે થવાનું છે. ત્યારબાદ મુંબઈથી બપોરના 3.30વાગે ફ્લાઈટ ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ નિયમો જાણી લો. નહીં તો પસ્તાવું પડશે. જાણો વિગત
શરૂઆતમાં આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપશે. જેમાં બુધવાર, શુક્રવાર અને શનિવારે ફ્લાઈટ ઉપડશે. કેશોદ એરપોર્ટ જગવિખ્યાત ગીર અને સોમનાથ મંદિર નજીક આવેલું છે. એરપોર્ટ બનવાના લગભગ 21 વર્ષ બાદ અહીંથી કોર્મશિયલ ફ્લાઈટ શરૂ થઈ રહી છે.