ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
મોડી સાંજ સુધી ગુજરાતમાં નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોના પરિણામ આવી રહ્યા છે તે મુજબ. ભાજપે કોંગ્રેસ પાર્ટીના છક્કા છોડાવી દીધા છે.
નગરપાલિકાની કુલ 2720 ચૂંટણી થઈ હતી જેમાંથી 2284 ના પરિણામ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 1790 પર વિજય હાંસલ થઈ છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટીને 328 પર અને અન્ય દળોને 166 પર વિજય મળી છે.
જિલ્લા પંચાયતની કુલ 980 પર મતદાન થયું હતું જેમાંથી 810ના પરિણામ પ્રાપ્ત થયા છે. જેમાં ભાજપને 660 કોંગ્રેસને 141 અને અન્ય દળોને 9 પર વિજય મળ્યો છે.
આ જ રીતે તાલુકા પંચાયતની કુલ 4772 પર મતદાન થયું હતું જેમાંથી 3949 ના પરિણામ પ્રાપ્ત થયા છે. જેમાં ભાજપને 2489 કોંગ્રેસને 1021 અને અન્ય દળોને 139 પર વિજય મળ્યો છે.
આમ ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સરકાર, નગરપાલિકા, મહાનગર પાલિકા તેમજ ગ્રામ્ય સ્તર ઉપર પૂરી રીતે વિજય પ્રાપ્ત થયો છે.