Site icon

ADIP Camp Bhavnagar: ભાવનગરમાં દિવ્યાંગજનો માટે થયું ADIP શિબિરનું આયોજન, આ તારીખ સુધી લઈ શકશો લાભ..

ADIP Camp Bhavnagar: રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP શિબિરનું આયોજન

Gujarat Minister of State Nimuben Bambhaniya, ADIP camp for the differently abled was organized in Bhavnagar.

Gujarat Minister of State Nimuben Bambhaniya, ADIP camp for the differently abled was organized in Bhavnagar.

News Continuous Bureau | Mumbai 

ADIP Camp Bhavnagar:  દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું  આયોજન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ પહેલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં “વિકસિત ભારત” માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ છે. જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે છે.

સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ADIP યોજના ( ADIP Camp ) હેઠળ દિવ્યાંગજનોને મૂલ્યાંકન કર્યા પછી જરૂરી સહાયક ઉપકરણો નિઃશુલ્ક આપવામાં આવે છે. તા. 5 ડિસેમ્બરથી તા. 18 ડિસેમ્બર સુધી ચાલનારી આ મૂલ્યાંકન શિબિરનું આયોજન ઉજ્જૈનની ALIMCOના સહયોગથી કરવામાં આવ્યું છે.

શિબિરની ( ADIP Camp Bhavnagar ) વ્યાપક જાગૃતિ દરેક દિવ્યાંગજનો સુધી પહોંચે તે માટે વધુમાં વધુ પ્રયાસ કરવામાં આવ્યા છે.

ભાવનગરના સંસદસભ્ય નિમુબેન બાંભણિયાએ ( Nimuben Bambhania ) આ પહેલમાં વિશેષ રસ લીધો છે. તેમણે દિવ્યાંગજન ( Disabled) માટે કામ કરતી વિવિધ NGOને એકત્ર કરી અને તમામ જનપ્રતિનિધિઓને જાગરૂત કર્યાં છે.

જિલ્લા વહીવટીતંત્રે પણ લાભાર્થીઓને ગૌરવપૂર્ણ અને આરામદાયક અનુભવની બાંયધરી આપવા માટે વિવિધ વ્યવસ્થાઓ સાથે સરળ અને અડચણ મુક્ત સેવા વિતરણની ખાતરી આપી છે. જે માનનીય પ્રધાનમંત્રીનાં વિશ્વાસને અનુરૂપ છે કે, દરેક વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ ગૌરવ સાથે મળવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો:  Dadar Hanuman Mandir : દાદર રેલવે સ્ટેશનની બહાર હનુમાન મંદિર હટાવવાની નોટિસ, ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર ઉઠાવ્યા સવાલ; ભક્તોએ આપી ચીમકી…

અત્યાર સુધીમાં ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજામાં મૂલ્યાંકન શિબિર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ શિબિર માટે લાભાર્થીઓ અને NGO તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 5 ડિસેમ્બર 2024ના રોજ શિબિર શરૂ થઈ છે.  ત્યારથી અંદાજે 1,500 લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

ભાવનગરનાં મહુવા, જેસર, ગારિયાધાર અને પાલિતાણા તાલુકા માટે વધારે શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પહેલ દિવ્યાંગજનને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે, જે તેમને હરવા ફરવામાં સ્વતંત્રતા આપતા સાધનો પૂરા પાડે છે જેમ કે બેટરી સંચાલિત ટ્રાઈસિકલ, વ્હીલચેર, વોકર્સ જેવા સહાયક ઉપકરણો પ્રાપ્ત થશે, જે તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version