Site icon

Gujarat Onion Farmers : ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોને રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે

Gujarat Onion Farmers : પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા.

Gujarat Onion Farmers : Gujarat govt declares Rs 200/quintal aid for onion farmers; Rs 124 cr allocated for 90k farmers

Gujarat Onion Farmers : Gujarat govt declares Rs 200/quintal aid for onion farmers; Rs 124 cr allocated for 90k farmers

News Continuous Bureau | Mumbai

Gujarat Onion Farmers :

Join Our WhatsApp Community

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ. ૨૦૦ પ્રતિ કિવન્ટલની સહાય રૂ. ૫૦,૦૦૦ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.

આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે ૯૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત ૨૪૮.૭૦ લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.

ગત તા. ૦૧ એપ્રિલથી તા. ૩૧ મે, ૨૦૨૫ દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૨૪.૩૬ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે ૯૦,૦૦૦ જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો  : Himachal Cloudburst: હિમાચલના મંડીમાં ચોમાસુ બન્યું આફત.. એક દિવસે ચાર જગ્યાએ ફાટ્યા વાદળ; આટલા ના મોત..

રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર આવતીકાલ તા. ૦૧ જુલાઈથી આગામી તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ ખેડૂત હિતલક્ષી નિર્ણય બદલ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version