ગાંધીનગર જતી વખતે PM મોદીના કાફલા વચ્ચે પસાર થઇ એમ્બ્યુલન્સ- ત્યારે વડાપ્રધાન મોદીએ કર્યું એવું કે ચારેબાજુ થવા લાગી વાહવાહી- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat express)ને લીલી ઝંડી આપવા માટે PM મોદી ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર(Gandhinagar) રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી અને તેમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મેટ્રો ટ્રેનImetro Train)ને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.

આ દરમિયાન PM મોદીના માનવતાવાદી અભિગમનો એક પરિચય થતો જોવા મળ્યો હતો. ખરેખર ઘટના એવી બની હતી કે અમદાવાદની સભા પૂરી કરીને પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના કાફલાને એમ્બ્યુલન્સ જગ્યા આપવા માટે રોકી દીધો, જ્યારે એમ્બ્યુલન્સ તેના કાફલાથી આગળ નીકળી ગઈ ત્યારે તેમનો કાફલો ફરી રવાના થયો. 

 

 

હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment