News Continuous Bureau | Mumbai
Gujarat Politics : ગુજરાતમાં કોંગ્રેસ ( Congress ) ને મોટો ઝટકો લાગ્યો છે. અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia ) ની સાથે અંબરીશ ડેર ( Ambrish Der ) આજે ભાજપ ( BJP ) માં જોડાયા છે. તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને પાર્ટીની સદસ્યતા આપી. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ ઉપરાંત આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. મૂળુભાઈ કંડોરિયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના ઘણા નેતાઓએ અત્યાર સુધીમાં રાજીનામું આપી દીધું છે. અર્જુન મોઢવાડિયાની સાથે અંબરીશ ડેર સહિતના નેતાઓ પણ આજે ભાજપમાં જોડાયા છે, જેમણે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટી છોડવાનું કારણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કોંગ્રેસના બહિષ્કારને ટાંક્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કન્ટેન્ટ રોકવાની માંગ કરતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો.. PIL થઈ દાખલ.. જાણો વિગતે..
ગઈકાલે આપ્યું હતું રાજીનામું
મહત્વનું છે કે ગઈકાલે પોરબંદરના ધારાસભ્યએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમના રાજીનામાથી 182 સભ્યોની વિધાનસભામાં વિપક્ષી પાર્ટીની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે. ગુજરાતના સૌથી વરિષ્ઠ અને પ્રભાવશાળી વિપક્ષી નેતાઓમાંના એક મોઢવાડિયાએ 2022ની ચૂંટણીમાં પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતા બાબુ બોખીરિયાને હરાવ્યા હતા. વરિષ્ઠ નેતાનું રાજીનામું કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશવાના છે તેના દિવસો પહેલા આવ્યું છે.
