News Continuous Bureau | Mumbai
સમગ્ર ગુજરાતમાં ભાજપએ ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. પરંતુ પોરબંદર જીલ્લામા ભાજપનું ખાતું પણ ખૂલ્યું નથી.અંહી બે વિધાનસભા બેઠકો પર ભાજપએ મેદાને ઉતારેલ બંને ઉમેદવારોની ભારે મતોથી હાર થઈ હતી.ગત વર્ષે મેળેવેલી સીટ પણ ભાજપએ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેથી ભાજપ દ્વારા ગુજરાતમાં ભારે મતોથી જીતનો દાવો કરવામાં આવતો હોય છે પરંતુ અંહી સફળતા મળી ન હતી.
ઇલેક્શન કમિશનની વેબસાઇટ પ્રમાણે,પોરબંદર જીલ્લાની બે વિધાનસભા સીટ પોરબંદર બેઠક અને કુતિયાણા બેઠકના મતદાનના આકડાઓ પર નજર કરવામાં આવે તો,પોરબંદર બેઠક પરના ભાજપના ઉમેદવાર અને સતત અંહીથી જીત મેળવતા બાબુભાઇ બોખરીયાને 73388 મતો મળ્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાને 81395 મતો મળ્યા હતા.જેથી કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા અંહીથી 8 હજાર કરતાં વધુ મતોથી જીત મેળવવામાં સફળત હાંસિલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત બાદ શિવસેનાએ કર્યા પીએમ મોદીના ભરીભરીને વખાણ, કહી આ મોટી વાત
આ પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખરીયાની હાર છતાં છેલાલ ઘણા સમયથી તકાવી રાખેલ એક બેઠક પણ ભાજપના હાથમાંથી સરકી ગઈ હતી અને આ બેઠક પર અર્જુન મોઢવાડીયાએ જીત મેળવવામાં આ વખતે સફળતા હાંસિક કરી હતી.
આ જીલ્લામાં સમાવેશ થતી કુતીયાણા બેઠક પર ભાજપએ ઢેલીબેન ઓડેદરાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. તો અંહીથી કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરાને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.જોકે ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ આ બેઠક પર વર્ષોથી દબદબો ધરાવતા કાંધલ જાડેજા કે જેઓ આ વખતે સમાજવાદી પાર્ટી માંથી ચુંટણી લડી રહ્યા છે. તેમણે આ બેઠક પર જીત મેળવી હતી. અંહી લડાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ભાજપ અને સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ને 60163 મતો મળ્યા હતા તો સામે પક્ષે ભાજપને 33553 મતો મળ્યા હતા. જેથી 26610 મતોની સરસાઈથી કાંધલ જાડેજાએ જીત મેળવી હતી.
આ સમાચાર પણ વાંચો: ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી
તેવામાં ભાજપ માટે પોરબંદરનો ગઢ જીતવો અઘરો બની ગયો હતો.