Site icon

Gujarat Rain: ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

Gujarat Rain: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ. દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા જળ સંગ્રહ

Gujarat Rain As a result of heavy rains in Gujarat, 45 reservoirs of Gujarat are on high alert

Gujarat Rain As a result of heavy rains in Gujarat, 45 reservoirs of Gujarat are on high alert

News Continuous Bureau | Mumbai

Gujarat Rain:  ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો ( Gujarat reservoirs ) સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ ( water storage ) નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના ( Gujarat heavy rain ) પરિણામે સરદાર સરોવર યોજનામાં ૨૩,૪૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૬,૩૦૭ ક્યુસેક, દમણગંગામાં ૭,૦૧૮ ક્યુસેક, કડાણામાં ૬,૬૭૪ ક્યુસેક, પાનમમાં ૬,૬૪૮ ક્યુસેક અને હડફમાં ૫૫૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ ( High alert ) અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. 

આ સમાચાર પણ વાંચો:  PM Modi: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં  ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version