Site icon

Gujarat Rain : સાર્વત્રિક મેઘમહેરના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળ સંગ્રહ

Gujarat Rain : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો

More than 60 percent water storage in Sardar Sarovar Dam, the lifeblood of Gujarat

More than 60 percent water storage in Sardar Sarovar Dam, the lifeblood of Gujarat

 News Continuous Bureau | Mumbai

Gujarat Rain : 

Join Our WhatsApp Community

 હાલમાં રાજ્યના ૨૪ જળાશયો સંપૂર્ણ જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
 ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો
 રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૪૭ ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan bus attack : હાથના કર્યા હૈયે વાગ્યા; પહલગામની જેમ પાકિસ્તાનમાં લોકોની ઓળખ પૂછી અને પછી… આટલાને મારી દીધી ગોળી

વધુમાં મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૬૨.૮૩ ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૭ ટકા જળ સંગ્રહ, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૬.૦૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૫.૬૭ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૬.૭૯ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૬.૭૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયલો છે.

Gujarat Rain : કચ્છમાં સરેરાશ ૫૭ ટકા

રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ ૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૧૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૦૧ ટકા, પૂર્વ મધ્યમાં ૪૫.૯૦ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૦૮ ટકા સરેરાશ વરસાદ થયો છે. જેના ફળ સ્વરૂપે રાજ્યના ૨૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૪૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકાની વચ્ચે જ્યારે ૪૦ જળાશયો ૨૫ થી ૨૫ ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના ૩૮ જળાશયો માટે હાઈ એલર્ટ, ૨૦ જળાશયો એલર્ટ જ્યારે ૨૦ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે. આ બંધ રોડ પણ બનતી ત્વરાએ ચાલુ કરાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version