News Continuous Bureau | Mumbai
Gujarat Rain : રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં ૭ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું
વધુમાં, રાજ્યના ૭ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૬૭ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.