Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Rain News : માળીયા હાટીના અને વડાલીમાં ૬ ઈંચ તેમજ તાલાલા, વિસાવદર, માંગરોળ, મહુવામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો

Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

Gujarat Rain News 6 inches of rain fell in Maliya, Hatina and Wadali and more than 5 inches in Talala, Visavadar, Mangrol, Mahuva

Gujarat Rain News 6 inches of rain fell in Maliya, Hatina and Wadali and more than 5 inches in Talala, Visavadar, Mangrol, Mahuva

News Continuous Bureau | Mumbai

 Gujarat Rain News : 

Join Our WhatsApp Channel

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા: સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧ ટકા વરસાદ 

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.૨૭ જૂનના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૬ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૪૦ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

આ સમાચાર પણ વાંચો :  JP Morgan Mumbai Office : મુંબઈ વિશ્વની મોટી કંપનીઓ માટે બની રહ્યું છે કોર્પોરેટ હબ, આ કંપનીએ લીધી દેશની સૌથી મોંઘી ઓફિસ, દર મહિને ચૂકવશે અધધ 6.91 કરોડ ભાડું

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧.૨૦ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૦ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૩૦.૯૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૦.૩૬ ટકા અને કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version