Site icon

ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં ૧૪૦૦થી વધુ કેસ નોંધાયા અને આટલા દર્દીઓના મોત નીપજ્યા. જાણો તાજા આંકડા અહીં 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 માર્ચ 2021

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1415 કેસ નોંધાયા છે અને 4 દર્દીઓના મોત થયા છે.  આ સાથે મૃત્યુઆંક 4437 થયો છે. જયારે આજે વધુ 948 દર્દીઓ રિકવર થયા છે. હવે રાજ્યમાં  કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.27% થયો છે. જોકે હાલ રાજ્યમાં 6147 સક્રિય કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,73,280 લોકોએ કોરોના ને મ્હાત આપી છે

રાજ્યમાં ગત 24 કલાક માં નોંધાયેલા 1415 નવા કોરોનાના કેસમાં સુરતમાં 450 કેસ, અમદાવાદમાં 344 કેસ,વડોદરામાં 146 કેસ, રાજકોટમાં 132 કેસ,ભાવનગરમાં 32 કેસ, જામનગરમાં 28 કેસ, ગાંધીનગરમાં 27 કેસ, મહેસાણામાં 26 કેસ,24 ખેડામાં કેસ,પંચમહાલમાં 20 કેસ,ભરૂચ અને સાબરકાંઠામાં 18 -18 કેસ,કચ્છમાં 17 કેસ, નર્મદામાં 15 કેસ, છોટાઉદેપુરમાં 14 કેસ, 13 જૂનાગઢમાં કેસ, આણંદ દાહોદ અને મહીસાગરમાં 12-12 કેસ, નોંધાયા છે

રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરૂઆત થઈ છે, આજે રાજ્યમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 5,84,482 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે, આમ કુલ 32,26,387 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version