ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1415 કેસ નોંધાયા છે અને 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 4437 થયો છે. જયારે આજે વધુ 948 દર્દીઓ રિકવર થયા છે. હવે રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.27% થયો છે. જોકે હાલ રાજ્યમાં 6147 સક્રિય કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,73,280 લોકોએ કોરોના ને મ્હાત આપી છે
રાજ્યમાં ગત 24 કલાક માં નોંધાયેલા 1415 નવા કોરોનાના કેસમાં સુરતમાં 450 કેસ, અમદાવાદમાં 344 કેસ,વડોદરામાં 146 કેસ, રાજકોટમાં 132 કેસ,ભાવનગરમાં 32 કેસ, જામનગરમાં 28 કેસ, ગાંધીનગરમાં 27 કેસ, મહેસાણામાં 26 કેસ,24 ખેડામાં કેસ,પંચમહાલમાં 20 કેસ,ભરૂચ અને સાબરકાંઠામાં 18 -18 કેસ,કચ્છમાં 17 કેસ, નર્મદામાં 15 કેસ, છોટાઉદેપુરમાં 14 કેસ, 13 જૂનાગઢમાં કેસ, આણંદ દાહોદ અને મહીસાગરમાં 12-12 કેસ, નોંધાયા છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરૂઆત થઈ છે, આજે રાજ્યમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 5,84,482 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે, આમ કુલ 32,26,387 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.