Site icon

Lok Sabha Elections: લોકસભા ચૂંટણી બંદોબસ્ત 2024 માટે ગુજરાત રાજ્ય દ્વારા 2000 હોમગાર્ડ્સના સભ્યોની ફાળવણી કરાઈ

Lok Sabha Elections: અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનથી હરિયાણા ખાતે સ્પેશિયલ ટ્રેનમાં રવાના કરાયા. ખોડિયાર રેલ્વે સ્ટેશન અને અદાણી શાંતિગ્રામ ખાતે કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ દ્વારા બંદોબસ્તમાં જનાર સભ્યોને વિદાય આપવામાં આવી

Gujarat State Alloted 2000 Home Guards Members For Lok Sabha Elections 2024

 News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections:  હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ ( Home Guards  ) સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તારીખ 20/05/2024ના રોજ બપોરે 12:30 કલાકે મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તારીખ 21/05/2024ના રોજ એટલે 24 કલાકમાં જ તમામ હોમગાર્ડઝ સભ્યોને અમદાવાદ ( Ahmedabad ) અને વડોદરા રેલ્વે સ્ટેશનથી રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ખોડિયાર રેલ્વે સ્ટેશન અને અદાણી શાંતિગ્રામ અમદાવાદ ખાતે કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ દ્વારા બંદોબસ્તમાં જનાર સભ્યોને વિદાય આપવામાં આવી હતી. વિદાય આપતા પહેલા તારીખ  21 મેના રોજ આંતકવાદ વિરોધી દિવસ હોવાથી કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની હાજરીમાં તમામ કર્મચારીઓ અને હોમગાર્ડઝ સભ્યો દ્વારા આંતકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. હોમગાર્ડઝ સભ્યોમાં લોકસભા ચૂંટણીની કામગીરીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.  

Join Our WhatsApp Community

લોકસભા સામાન્ય ચૂંટણી બંદોબસ્તમાં અગાઉ જ્યારે ફાળવણી કરાઈ હતી ત્યારે નજીકના જ રાજ્યો જેવા કે રાજસ્થાન, મહરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંજ ફાળવણી થઈ હતી, પરંતુ પ્રથમ વખત હોમગાર્ડઝ સભ્યોની ફાળવણી હજારો કિલોમીટર દૂર કરવામાં આવી છે. ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા મંજૂરી મળતાની સાથે માત્ર 24 કલાકની અંદર તમામ હોમગાર્ડઝ સભ્યો અને સુપરવાઈઝરી સ્ટાફને સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા છે અને  બંદોબસ્તમાં જનાર હોમગાર્ડઝ સભ્યોને તેઓના યુનિટ ખાતેથી રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવા માટે ગુજરાત પોલીસ ( Gujarat Police ) દ્વારા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી અને હોમગાર્ડઝ સભ્યોને રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Air Ambulance: ગુજરાત સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ

હાલમાં ઉનાળાના સમય દરમિયાન અમદાવાદમાં 45 ડિગ્રી અને હરિયાણામાં 47 ડિગ્રી જેટલું તાપમાન હોવાથી સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી બંદોબસ્તમાં જનાર તમામ સભ્યોને આ સમયગાળામાં ગરમીથી બચવા અને શરીરમાં પાણીની ઊણપ ન થાય તેમજ બંદોબસ્તમાં પૂર્ણ નિષ્ઠાથી તેઓ ફરજ બજાવે તેની તમામ તકેદારી રાખવાની સૂચના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી.

આ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર આ કામગીરી માત્ર 24 કલાકમાં પૂર્ણ કરાઈ હોવાથી કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ અને તમામ અધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી  હતી.

‘Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version