Site icon

Multimedia Exhibition : ભાતીગળ તરણેતર મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી

Multimedia Exhibition : ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરત દ્વારા અનેરું આયોજન

Gujarat State Tourism Minister visiting the multimedia exhibition at Bhatigal Tarnetar Mela

Gujarat State Tourism Minister visiting the multimedia exhibition at Bhatigal Tarnetar Mela

News Continuous Bureau | Mumbai 

Multimedia Exhibition : તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત(Surat) દ્રારા  સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનની આજ રોજ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં રાખવામાં આવેલી વિવિધ યોજનાઓની જાણકારી, સેલ્ફી બુથ, સ્ટેચ્યુ ઑફ યુનિટીનું આબેહૂબ અનુભવ કરાવતા વર્ચ્યુઅલ રિયાલિટી, મનકી બાતની ઓડિયો શ્રેણી, મિશન લાઈફ અંગેની પત્રિકા તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા પ્રચાર સાહિત્યની તેમણે પ્રશંસા પણ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે બે દિવસથી વરસતા ભારે વરસાદની વચ્ચે પણ પ્રદર્શનની મુલાકાતે આવતા લોકોને અહીંથી અનેક યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી મળી શકે છે.

Join Our WhatsApp Community

મંત્રીશ્રીની સાથે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ચોટીલાના ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, દસાડાના ધારાસભ્યશ્રી પી. કે. પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ એ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.17થી શરૂ થયેલા આ પ્રદર્શનમાં જાહેર જનતાને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મેળાનાં મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓ અંગે માહિતગાર થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : New Parliament Session : પ્રધાનમંત્રીએ વિશેષ સત્ર દરમિયાન સંસદના સેન્ટ્રલ હૉલમાં સાંસદોને સંબોધન કર્યું

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version