News Continuous Bureau | Mumbai
Gujarat Swarojgar Yojana : ગુજરાત રાજયના આદિજાતિના લોકો પગભર થાય તે હેતુથી રાજ્ય સરજરની સ્વરોજગારી યોજના અમલમાં છે. જે હેઠળ તબેલો, ટ્રેક્ટર, કાપડની દુકાન, મંડપ ડેકોરેશન, કરીયાણાની દુકાન, સેટીંગના સાધનો, ડી.જે જેવા વિવિધ ૮૬ રોજગાર-ધંધા માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે રૂા.૫૦ હજારથી રૂા.૫ લાખ સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. આ લોન નિયત કરેલા હપ્તાઓમાં ભરપાઈ કરવાની હોય છે.
જે-તે હેતુ માટે નિયત કરેલો અનુભવ ધરાવતા રૂ. ૬ લાખ સુધીની આવક મયાદા વાળા ૧૮થી ૫૫ વર્ષની વયજૂથના આદિજાતિના લોકો અ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai train tragedy: રેલમંત્રીનો મોટો નિર્ણય, મુમ્બ્રા લોકલ અકસ્માત પછી શીખ્યા પાઠ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલાશે, શું ફેરફારો થશે? જાણો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.