Site icon News Continuous Bureau | Mumbai

 મહત્વની જાણકારી, ગુજરાતમાં આ દિવસે તમામ મંદિરો બંધ રહેશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં પણ રાજ્યમાં વધારો જોવા મળી રહ્યુ છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યભરના મોટા મંદિરોમાં દર્શનાર્થીઓ  માટે દ્વાર થોડા દિવસ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવુ લાગી રહ્યુ છે.  પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે. જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત વચ્ચે ભક્તો પૂનમના દિવસે મંદિરોમાં દર્શન માટે નહીં જઈ શકે. વધતા કોરોનાના કેસને કારણે આ વખતે અનેક મંદિરોમાં પૂનમના દિવસે બંધ રહેશે. 

ગુજરાતમાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં આવેલુ અંબિકા માતાજીનું મંદિર ૮ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય મંદિર સંચાલકોએ કર્યો છે. ખેડબ્રહ્માનું મા અંબેનું આ મંદિર ૨૩મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે.

વેક્સીનેશન ડ્રાઈવ ને એક વર્ષ પુરુ થયું. જાણો ભારતની કેટલી વસ્તી પૂરી રીતે વેક્સીનેટ થઈ. 

માત્ર પૂનમના દિવસ પુરતા જ નહીં રાજ્યના ઘણા પ્રસિદ્ધ મંદિરોના દ્વાર થોડા દિવસ દર્શનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શામળાજી મંદિરને પણ પોષી પૂનમને દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે ભીડ ઉમટવાની સંભાવનાને લઇને ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો છે. તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું મંદિર પણ પૂનમે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો બીજી બાજુ દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ માટે હવે ૨૦ લોકોને જ મંજૂરી અપાઈ છે.

ઉલેખનીય છે કે ગુજરાતના મંદિર ટ્રસ્ટો દ્વારા રાજ્યમાં કોરોનાનું સંકટ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે. અગાઉ પણ કોરોના કેસ વધતા આ મંદિરોના દ્વારા દર્શનાર્થીઓ માટે ઘણા દિવસો બંધ રાખવામાં આવ્યા હતા. 

 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version