News Continuous Bureau | Mumbai
Kutch Express: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) શુક્રવાર, ૧૬ ઓગસ્ટે જાહેર થયેલા ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.
વિરલ શાહ ( Viral Shah ) દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ ( Mansi Parekh ) દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો ( National Film Awards-2024 ) એવોર્ડ. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે.
ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ ( Gujarati Film ) આધારિત છે. ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ-૨૦૨૪માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : RINL Garbham Manganese Mine: આરઆઈએનએલના CMD અતુલ ભટ્ટે RINLની આ ખાણની લીઝ લંબાવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો માન્યો આભાર.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.