ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર
શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આઈપીઓ અને માર્કેટમાં મળતાં સારા વળતરને કારણે ગુજરાતમાંથી શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એક કરોડ પહોંચવા આવી છે.
21 નવેમ્બરના રોજ બીએસઈ પર ગુજરાતી રોકાણકારોની સંખ્યા 99 લાખ પર પહોંચી ગઈ હતી, જે દેશમાં બીજા ક્રમે સૌથી વધુ સંખ્યા છે.
મહારાષ્ટ્ર 1 કરોડ 63 લાખ રોકાણકારો સાથે મોખરે છે. 70 લાખ રોકાણકારો સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા, 51 લાખ રોકાણકારો સાથે કર્ણાટક ચોથા અને 49 લાખ રોકાણકારો સાથે તમિલનાડુ પાંચમાં ક્રમે છે.
બીએસઈના એમડી અને સીઈઓના જણાવ્યાં મુજબ દેશમાં ઇક્વિટી રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે.
દેશભરના 8.69 કરોડમાંથી માત્ર ગુજરાતમાં જ એક કરોડ જેટલા રોકાણકારો નોંધાયેલા છે.
