News Continuous Bureau | Mumbai
ભારતીય રેલવે(Indian railway) દેશની લાઇફ લાઇન ગણવામાં આવે છે. પરંતુ એ પણ કહેવામાં આવે છે કે રેલવે ક્યારેય સમયસર પહોંચતી નથી. એવામાં રેલવેએ ગજબનું કારનામો કરી બતાવ્યો છે. જાેકે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રતલામ સ્ટેશન (Ratlam Station) પર ટ્રેન ૨૦ મિનિટ પહેલાં પહોંચી ગઇ. તેનાથી મુસાફરોએ એટલા ખુશ થયા કે સ્ટેશન પર જ ગરબા કરવા લાગ્યા.
मजामा!
Happy Journey pic.twitter.com/ehsBQs65HW— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 26, 2022
આ ગરબા ડાન્સ(Garba dance video)નો વીડિયો રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ ની છે. આ પ્લેટફોર્મ પર જે ટ્રેન પહોંચી તે ધાર્મિક યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ હતા. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-હરિદ્રાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૨૯૧૭) હતી. જે બાંદ્રાથી હરિદ્રાર (Bandra to Haridwar) જઇ રહી હતી. બુધવારે રાત્રે જેવી રતલામ પહોંચી તો એક કોચમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ઉતર્યા અને તેમણે ગરબા કરવાનું શરૂ કર્યું.
આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રીઓ માટે મહત્વના સમાચાર – આવતીકાલે હાર્બર રેલવેના આ સ્ટેશનની વચ્ચે 5 કલાકનો મેગા બ્લોક.. જાણો વિગત અહીં..
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે(Railway Minister Ashwini Vaishnav) આ ગરબા ડાંસનો વિડીયો પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં કેટલાક મુસાફરો ગુજરાતી ડાન્સ કરતાં જાેવા મળે છે. તેને શેર કરતાં રેલવે મંત્રીએ કેપ્શન લખી 'મજા મા'