Site icon

GUJCET 2025: આવતીકાલે યોજાશે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ પરીક્ષા, જિલ્લાના ૯૫ પરીક્ષા કેન્દ્રો પર ૧૯૦૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

GUJCET 2025: સુરત શહેર- જિલ્લામાં ૯૫ પરીક્ષા કેન્દ્રોના ૯૫૫ બ્લોક પર ૧૯૦૬૭ વિદ્યાર્થીઓ ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા આપશે. જેમાં ૧૦૬૬૮ વિદ્યાર્થીઓ તથા ૮૩૯૯ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

GUJCET 2025 1,29,706 Candidates Likely to Appear for Exam, Check Details Here

GUJCET 2025 1,29,706 Candidates Likely to Appear for Exam, Check Details Here

News Continuous Bureau | Mumbai

GUJCET 2025:

Join Our WhatsApp Community

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૨૩ માર્ચ, ૨૦૨૫ રવિવારના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ પરીક્ષા યોજાશે. જેના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીના અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સુરત શહેર- જિલ્લામાં ૯૫ પરીક્ષા કેન્દ્રોના ૯૫૫ બ્લોક પર ૧૯૦૬૭ વિદ્યાર્થીઓ ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા આપશે. જેમાં ૧૦૬૬૮ વિદ્યાર્થીઓ તથા ૮૩૯૯ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

             ગુજકેટની પરીક્ષમાં સુરતમાં ૧૦૧૪૩ ગુજરાતી માધ્યમ, ૮૬૩૪ અંગ્રેજી માધ્યમ અને ૨૯૦ હિન્દી માધ્યમના પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ગ્રુપ-એના ૯૨૨૯, ગ્રુપ-બીના ૯૭૭૬ અને ગ્રુપ-એબીના ૬૨ સહિત ૧૯૦૬૭ વિદ્યાર્થીઓ ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા આપશે. 

આ સમાચાર પણ વાંચો : PM Awas Yojana :લોકોને ઘરનું ઘર મળે તે માટે અમદાવાદ જિલ્લાની 395 ગ્રામ પંચાયતોમાં સર્વેક્ષણ હાથ ધરાયું

             તા.૨૩મીના રવિવારે પેપર-૧ (ફિઝીક્સ અને કેમેસ્ટ્રી), પેપર-૨ (બાયોલોજી) અને પેપર-૩ (મેથ્સ)ની પરીક્ષા લેવાશે.  

               નિવાસી અધિક કલેકટરશ્રીએ પરીક્ષા કેન્દ્રો પર નિયમોનુસાર, સમયસર અને પારદર્શી, વિદ્યાર્થીઓ માટે તનાવરહિત અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે  કેન્દ્ર સંચાલકશ્રીઓ અને ઓબ્ઝર્વરશ્રીઓએ વિશેષ તકેદારી રાખવા જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version