ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એઈમ્સના ડોકટરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રામ રહીમને કેટલા દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે.
આ પહેલા 13 મેના રોજ રામ રહીમને જેલ અધિકારીઓની સલાહ પર રોહતક પીજીઆઈએમએસ લઈ જવામાં આવ્યા હતા.
તે સમયે જેલના તબીબોએ કહ્યું હતું કે ડેરા સચ્ચા સૌદાના વડાનું બ્લડ પ્રેશર વધતું અને ઘટતું જાય છે.
ઉલ્લેખનીય છે કે રામ રહીમને બે મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ ઓગસ્ટ 2017 માં સીબીઆઈની વિશેષ અદાલતે 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકન કોર્ટે આ શરતે આપ્યા જામીન; હવે પ્રત્યર્પણમાં થશે વિલંબ, જાણો વિગત
Join Our WhatsApp Community