News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસમાં વારાણસીની(Varanasi) જિલ્લા કોર્ટ(District Court ) હવે 26 મેના રોજ સુનાવણી કરશે.
જ્ઞાનવાપી કેસમાં આજે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 26મી મેના રોજ ફરીથી સુનાવણી થશે. દરમિયાન, ઓર્ડર 7 નિયમ 11 પર ચર્ચા થશે.
આ સાથે કોર્ટે સર્વે ટિમનો રિપોર્ટ તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા અને 7 દિવસમાં વાંધા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્ઞાનવાપી કેસ સંબંધિત તમામ અરજીઓને સેશન્સ કોર્ટમાંથી(Sessions Court) જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
સોમવારે, જિલ્લા ન્યાયાધીશ(District Judge) અજય કૃષ્ણ(Ajay Krishna) વિશ્વેશે બંને પક્ષોને 45 મિનિટ સુધી સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શરદ પવારના એક ફોટાથી થઈ બબાલ.. MNSનો દાવો કે બ્રીજભૂષણને પવારે સોપારી આપી હતી? જાણો સમગ્ર મામલો…