News Continuous Bureau | Mumbai
Gyanvapi Case : કાશી વિશ્વનાથ મંદિરની જમીન પર બનેલા જ્ઞાનવાપી સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરાયેલા સર્વેનો ( ASI Survey ) અહેવાલ જિલ્લા અદાલત દ્વારા પક્ષકારોને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જ્ઞાનવાપી સંકુલમાં મંદિર ( Hindu Mandir ) હોવાના પુરાવાની વિગતો મળી છે. જે આ પ્રમાણે છે.
-જ્ઞાનવાપીમાં બનાવેલ મસ્જિદ પહેલા બનેલા મંદિરમાં ( Kashi Vishwanath Temple ) એક મોટો સેન્ટ્રલ હોલ અને ઉત્તર બાજુએ એક નાનો હોલ હતો.
-17મી સદીમાં મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો એક ભાગ મસ્જિદમાં ( Gyanvapi masjid ) સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો.
-મંદિરના સ્તંભો તેમજ અન્ય અવશેષોનો ઉપયોગ મસ્જિદના નિર્માણમાં વધુ ફેરફાર કર્યા વિના કરવામાં આવ્યો હતો.
-કેટલાક સ્તંભો પરથી હિંદુ પ્રતીકો હટાવી દેવામાં આવ્યા છે.
-મસ્જિદની પશ્ચિમી દિવાલ સંપૂર્ણપણે હિંદુ મંદિરનો ભાગ છે.
-સર્વે દરમિયાન 32 શિલાલેખ અને પથ્થરો મળી આવ્યા છે. આ ત્યાંના પ્રથમ હિન્દુ મંદિરના અસ્તિત્વના પુરાવા છે.
આ સમાચાર પણ વાંચો : National Creators Award 2024: સરકારે નવા યુગના પ્રભાવકો માટે જાહેરાત કરી ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’, PM મોદીએ કરીઆ અપીલ
-આ શિલાલેખો ( Inscriptions ) દેવનાગરી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં છે.
-એક શિલાલેખમાં જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વર લખેલું છે, જ્યારે બીજા શિલાલેખમાં ‘મહામુક્તિ મંડપ’ લખેલું છે.
-મસ્જિદના ઘણા ભાગોમાં મંદિરની રચનાઓ મળી આવી છે.
-મસ્જિદના નિર્માણ સાથે સંબંધિત શિલાલેખમાં ઉલ્લેખિત સમયને ભૂંસી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
આ તમામ પુરાવાઓ ASI રિપોર્ટમાં ( ASI report ) સામેલ છે. જે અદાલત દ્વારા પક્ષકારોને સોંપવામાં આવ્યા છે. જેથી સાબિત થાય છે કે મસ્જિદ પહેલા અહીં એક ભવ્ય મંદિર હતું.
