Site icon News Continuous Bureau | Mumbai

Gyanvapi Case : જ્ઞાનવાપીમાં આ મળ્યા અવશેષો. સો ટકા મંદિર જ છે એવું સાબિત થશે…

Gyanvapi Case : વારાણસી જિલ્લા અદાલતે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરાયેલા સર્વેનો અહેવાલ પક્ષકારોને સોંપ્યો હતો. અહેવાલો અનુસાર, મસ્જિદની વર્તમાન રચનાના નિર્માણ પહેલા જ્ઞાનવાપીમાં એક મોટું હિન્દુ મંદિર હતું.

Gyanvapi Case These fossils were found in GyanVapi. It will be proved that it is a hundred percent temple

Gyanvapi Case These fossils were found in GyanVapi. It will be proved that it is a hundred percent temple

News Continuous Bureau | Mumbai 

Gyanvapi Case : કાશી વિશ્વનાથ મંદિરની જમીન પર બનેલા જ્ઞાનવાપી સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરાયેલા સર્વેનો ( ASI Survey ) અહેવાલ જિલ્લા અદાલત દ્વારા પક્ષકારોને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જ્ઞાનવાપી સંકુલમાં મંદિર ( Hindu Mandir ) હોવાના પુરાવાની વિગતો મળી છે. જે આ પ્રમાણે છે.  

Join Our WhatsApp Channel

-જ્ઞાનવાપીમાં બનાવેલ મસ્જિદ પહેલા બનેલા મંદિરમાં ( Kashi Vishwanath Temple ) એક મોટો સેન્ટ્રલ હોલ અને ઉત્તર બાજુએ એક નાનો હોલ હતો.

-17મી સદીમાં મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો એક ભાગ મસ્જિદમાં ( Gyanvapi  masjid ) સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો.

-મંદિરના સ્તંભો તેમજ અન્ય અવશેષોનો ઉપયોગ મસ્જિદના નિર્માણમાં વધુ ફેરફાર કર્યા વિના કરવામાં આવ્યો હતો.

-કેટલાક સ્તંભો પરથી હિંદુ પ્રતીકો હટાવી દેવામાં આવ્યા છે.

-મસ્જિદની પશ્ચિમી દિવાલ સંપૂર્ણપણે હિંદુ મંદિરનો ભાગ છે.

-સર્વે દરમિયાન 32 શિલાલેખ અને પથ્થરો મળી આવ્યા છે. આ ત્યાંના પ્રથમ હિન્દુ મંદિરના અસ્તિત્વના પુરાવા છે.

આ સમાચાર પણ વાંચો : National Creators Award 2024: સરકારે નવા યુગના પ્રભાવકો માટે જાહેરાત કરી ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’, PM મોદીએ કરીઆ અપીલ

-આ શિલાલેખો ( Inscriptions ) દેવનાગરી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં છે.

-એક શિલાલેખમાં જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વર લખેલું છે, જ્યારે બીજા શિલાલેખમાં ‘મહામુક્તિ મંડપ’ લખેલું છે.

-મસ્જિદના ઘણા ભાગોમાં મંદિરની રચનાઓ મળી આવી છે.

-મસ્જિદના નિર્માણ સાથે સંબંધિત શિલાલેખમાં ઉલ્લેખિત સમયને ભૂંસી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

આ તમામ પુરાવાઓ ASI રિપોર્ટમાં ( ASI report ) સામેલ છે. જે અદાલત દ્વારા પક્ષકારોને સોંપવામાં આવ્યા છે. જેથી સાબિત થાય છે કે મસ્જિદ પહેલા અહીં એક ભવ્ય મંદિર હતું.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Exit mobile version