News Continuous Bureau | Mumbai
યુપી(UP)ના ફતેહપુર(Fatehpur) જિલ્લાના એક ગામમાં રામભક્ત હનુમાનનું પાત્ર ભજવતા એક વૃદ્ધ કલાકારનું રામલીલા(Ramleela)ના મંચન દરમિયાન હાર્ટ એટેક(Heart Attack) થી મૃત્યુ થઈ ગયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રીના અવસર પર દેવી જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 વર્ષીય રામસ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. જ્યારે લંકાને આગ લગાડવાનો સમય આવ્યો ત્યારે લગભગ એક મિનિટ પછી તેમને હાર્ટ એટેક આવ્યો. તે પછી તેઓ નીચે પડ્યા.
* रामलीला के दौरान हनुमान जी का रोल करने वाले की मंच पर मौत, लाइव वीडियो कैमरे में हुआ कैद*
उत्तर प्रदेश के फतेहपुर जिले के सलेमपुर गांव में एक चौंकाने वाली घटना सामने आई। रामलीला में हनुमान की भूमिका निभा रहे 50 वर्षीय व्यक्ति की मंच पर ही मौत हो गई। राम स्वरूप की नकली पूंछ में pic.twitter.com/NeB0NJMQJf— VISHNU KUMAR MISHRA (@VISHNUK35030487) October 3, 2022
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે લંકા દહન દરમિયાન જ્યારે તેમની પૂંછડીમાં આગ લાગી ત્યારે તેમને ચક્કર આવે છે અને તેઓ બેભાન થઈને પડી જાય છે. લોકોએ તેમની સંભાળ લીધી ત્યાં સુધીમાં તેઓ કદાચ મૃત્યુ પામ્યા હતા.