News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર રેલ્વેમાં સ્થિત જલંધર કેંટ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના કામને કારણે 22 ઓક્ટોબર, 2024ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 23 ઓક્ટોબર, 2024ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહિયાન ખાસ-કપૂરથલા-જલંધર સિટી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશને નહીં જાય તેમાં જલંધર કેન્ટ નો સમાવેશ થાય છે.
રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ( Express Train ) ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
આ સમાચાર પણ વાંચો : PM Modi NDTV World Summit 2024: PM મોદીએ NDTV વર્લ્ડ સમિટ 2024ને કર્યું સંબોધિત, મોદી 3.0માં સરકારે હાંસલ કરેલી આ સિદ્ધિઓ પર પાડયો પ્રકાશ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.