ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
બરોબર દિવાળીના સમયમા કલમ 144 અમલમાં મૂકવાને પગલે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સામે લોકો રોષે ભરાયા છે. પોતાનો ગુસ્સો લોકોએ ટ્વીટર પર ઠાલવી દીધો હતો.
દિવાળીમાં ફટાકડા ફોડવાથી લોકોને રોકવા માટે ખટ્ટરે હરિયાણાના ગુરુગ્રામમાં 144મી કલમ લાગુ કરી દીધી છે. તેથી નારાજ થયેલા લોકોએ તેમને હિંદુ વિરોધી હોવાનું કહીને ટવીટર પર રોષ ઠાલવી રહ્યા છે. તેમને બરોબરના ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ઇમારતોમાં રસીકરણનો આટલો મોટો તફાવત; CERO સર્વેમાં થયો ખુલાસો: જાણો વિગત
ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને જિલ્લામાં દિવાળી, ગુરુપર્વ, કાર્તિક પૂનમ, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. દિવાળી પહેલા અને દિવાળી બાદ પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે. પ્રશાસનના કહેવા મુજબ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે. તેથી લોકોની સુરક્ષા અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.