News Continuous Bureau | Mumbai
Haryana Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર જીતનો પરચમ લહેરાવી દીધો છે. હરિયાણામાં જીત બાદ ભાજપે સતત ત્રીજી વાર સત્તા સ્થાપી છે. સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહેલી ભાજપે આ વખતે 48 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આઈએનએલડીએ 2 બેઠકો જીતી હતી, જ્યારે 3 અપક્ષ ધારાસભ્યો પણ ચૂંટાયા હતા. હવે પરિણામો પછી, ત્રણેય અપક્ષ ધારાસભ્યો – દેવેન્દ્ર કાદ્યાન, રાજેશ જૂન અને સાવિત્રી જિંદાલે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ રીતે હરિયાણા વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 51 થઈ ગયું છે.
Haryana Election Result 2024: ભાજપ જાદુઈ આંકડાને કરી ગયું પાર
મીડિયા સાથે વાત કરતા, ગણૌર વિધાનસભામાંથી ચૂંટાયેલા ધારાસભ્યએ કહ્યું, હું ભાજપ સરકારને સમર્થન કરું છું. ગણૌરના 36 સમુદાયોએ મને મત આપ્યો છે અને જો હું સરકાર સાથે જઈશ તો જ તેમની અપેક્ષાઓ પૂર્ણ થઈ શકશે. અમે સમર્થન આપીશું. ગણૌર ના વિકાસ માટે હું અગાઉ પણ ભાજપમાં હતો અને તે બધા મારા પરિવાર જેવા છે, પરંતુ હું સરકારને સમર્થન આપીશ.. જણાવી દઈએ કે હરિયાણામાં ભાજપ જાદુઈ આંકડાને પાર કરી ચૂકી છે, આમ છતાં ગણૌરના ધારાસભ્યનું આ સમર્થન બીજેપી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ધારાસભ્ય એ પણ સ્પષ્ટ કર્યું કે ભાજપમાં પાછા ફરવાનો તેમનો કોઈ ઈરાદો નથી, પરંતુ ગણૌરના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા સરકાર સાથે રહેશે.
Haryana Election Result 2024: આ ધારાસભ્ય એ ભાજપની સદસ્યતા લીધી
તો બીજી તરફ બહાદુરગઢથી જીતેલા રાજેશ જૂને કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ભાજપની સદસ્યતા લીધી. આ પ્રસંગે હરિયાણા બીજેપી અધ્યક્ષ મોહન લાલ બડોલી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ જુને બહાદુરગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે. બે ધારાસભ્યો ઉપરાંત હિસારથી જીતેલી ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સાવિત્રી જિંદાલ માર્ચમાં ભાજપમાં જોડાયા હતા પરંતુ પાર્ટી તરફથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ભાજપને સમર્થન આપવાના સંદર્ભમાં, સાવિત્રી જિંદાલ તેમના પુત્ર અને ભાજપના સાંસદ નવીન જિંદાલ સાથે દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના સાંસદ બિપ્લબ કુમાર દેબને મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Election Commission Congress: હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! દિગ્ગ્જ નેતાઓના નિવેદન પર ચૂંટણી પંચ કડક; પાર્ટી અધ્યક્ષને લખ્યો પત્ર..