ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામ બાપુ ને થોડી રાહતના મળી છે. કોર્ટે તેમને જેલની અંદર ઘરનું કે બહારથી ભોજન લાવવાની પરવાનગી આપી છે. સગીર બાળકી સાથે બળાત્કાર કરવા બદલ આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આ સાથે જ કોર્ટે કહ્યું કે "જેલના અધિકારીઓ આસારામ માટે બહારથી આવતો ખોરાક પહોચાડતા પહેલા સઘન તપાસ કરશે." અદાલતે આસારામને એફિડેવિટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યાં છે. જેમાં કહેવામાં આવશે કે જો પોતાની રીતે બહારથી મંગાવેલા ભોજનથી તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે તો તેની જવાબદારી તેમની પોતાની રહેશે.
ઉલ્લેખનીય છે કે આસારામ બાપુએ અદાલતમાં અરજી કરીને વિનંતી કરી હતી કે 'તેમની વૃદ્ધાવસ્થા અને તબીબી સ્થિતિને કારણે તેમને જેલની બહારથી એવો ખોરાક લાવવાની મંજૂરી આપવામાં આવે જે તેમના સ્વાસ્થ્યને અનુકૂળ હોય.' તેમના વકીલ એ દલીલ કરી હતી કે જેલમાં અપાતું ભોજન તેમને માફક આવતું નથી અને તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
