Site icon

મહારાષ્ટ્રમાં શિક્ષણ ખાતાની જાહેરાતનો ફિયાસ્કો, આ પ્રધાને કહ્યું દીધું કે શાળાઓ ખૂલવાની નથી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં રાજ્યના શિક્ષણ ખાતાએ પણ મહારાષ્ટ્રમાં 8મા ધોરણથી 10મા ધોરણ સુધી શાળા ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જોકે રાજ્યની ટાસ્ક ફોર્સે આ નિર્ણય સામે લાલ આંખ કરતાં આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ હાલ શાળાઓ ખોલવામાં નહીં આવે એવી જાહેરાત કરવી પડી હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. રાજ્ય સરકારે દુકાનો અને હૉટેલોને રાતના 10 સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી દીધી છે. લોકલ ટ્રેન પણ સામાન્ય નાગરિકો માટે ખુલ્લી મુકાઈ છે, ત્યારે  શિક્ષણ વિભાગે 17 ઑગસ્ટથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્કૂલ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જોકે ટાસ્ક ફોર્સ અને સ્કૂલ વિભાગના અધિકારીઓની બેઠક થઈ હતી, જેમાં સ્કૂલ ખોલવાને મુદ્દે ચર્ચા થઈ હતી. બાળકોના વેક્સિનેશનનું કામ પૂરું થયું નથી તો તેમને સ્કૂલમાં જવાની મંજૂરી કેવી રીતે આપી શકાય એવો સવાલ પણ ટાસ્ક ફોર્સે કર્યો હતો.  

ખરતાની ઘંટી વાગી ગઈ! મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના આટલા નવા દર્દીઓ આવ્યા સામે, સૌથી વધુ કેસ અહીં નોંધાયા  

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જોખમ હોવાની ચેતવણી ટાસ્ક ફોર્સે પહેલાંથી જ આપી દીધી છે. એથી વેક્સિનેશન વગર તેમને શાળામાં બોલાવવા જોખમી બની શકે છે. એ મુદ્દા પર ટાસ્ક ફોર્સ અને શિક્ષણ અધિકારીઓની ચર્ચા થયા બાદ આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ હાલ શાળાઓ શરૂ થશે નહીં એવી જાહેરાત કરી હતી.  જોકે હવે સ્કૂલો ક્યારે ખૂલશે એનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના શિરે નાખી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version