ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈ શહેરની નજીકમાં આવેલા પાલઘર વિસ્તારમાં એક અનિચ્છનીય ઘટના બની છે. અહીં કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જોકે રેન્ડેસિવર આપ્યા પછી તબિયત સુધારવા ના સ્થાને બગડી ગઈ. અમુક દર્દીઓ ના હાથ અને પગ કાપવા લાગ્યા જ્યારે કે અમુક દર્દીઓ ની તબિયત ખરાબ થઈ ગઈ. પરિણામ સ્વરૂપ પ્રશાસન દ્વારા 650 રેમડેસિવિર માંથી 417 રેમડેસિવિર ઇન્જેક્શન પરત મોકલવામાં આવ્યા છે. સારી વાત એ છે કે અત્યારે તમામ દર્દીઓ નું સ્વાસ્થ્ય સ્થિર છે.
