211
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
હાલમાં જ ભાજપ છોડી ટીએમસીમાં શામેલ થયેલા બાબુલ સુપ્રીયોએ મંગળવારે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે.
બાબુલ સુપ્રિયોએ આજે દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી અને તેમણે પોતાનું રાજીનામું ઓમ બિરલાને સોંપ્યું.
સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ બાબૂલ સુપ્રિયોએ જણાવ્યુ કે, મારું હૃદય ભરાઈ ગયું છે, કારણ કે, મેં મારા રાજકીય જીવનની શરૂઆત ભાજપ સાથે કરી હતી.
આ દરમિયાન જેપી નડ્ડા, અમિત શાહ અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાબૂલ સુપ્રિયો આસનસોલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પણ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાઈડલાઈન થતાં અને પછી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરતા નારાજ બાબુલ સુપ્રિયો ભાજપ છોડી ટીએમસીમાં જોડાયા હતા.
You Might Be Interested In