Site icon

Heat wave safety tips : કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ,ઉનાળાની લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું

Heat wave safety tips : હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

Heat wave safety tips How to cope and stay safe in extreme heat

Heat wave safety tips How to cope and stay safe in extreme heat

News Continuous Bureau | Mumbai

Heat wave safety tips : 

Join Our WhatsApp Community

 રાજ્યમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. નિવાસી અધિક કલેક્ટર નવસારીની અખબારી યાદી મારફત હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

આટલું કરો

કામદાર અને નોકરીદાતા માટે: આટલું કરો

ઘરને શીતળ રાખવા માટે : આટલું કરો

ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હ્વાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશન નો ઉપયોગ કરો.સૂકા ઘાંસ ની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશ ને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો.ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો,લીલા રંગના છાપરા,ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમી ને ઓછી રાખે છે. એયર કંડીશનર નુ તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમીને રોકશે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલ ને રંગવા માટે ચુનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.બાંધકામ પુર્વે મકાન બાંધકામ ના નિશ્રાંત ની સલાહ લો.

આ સમાચાર પણ વાંચો :  Farmer Smartphone : ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય…

લુ લાગેલ વ્યક્તિની સારવાર

ભીના કપડા નો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહિ આપો.વ્યક્તિ ને તાત્કાલિક નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જાવ. જો શરીરનુ તાપમાન એકધારૂ વધતું હોય, માથાનો અસહ્ય દુ:ખાવો હોય, ચક્કર આવતા હોય. નબળાઈ, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

આટલુ ન કરો.

બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકા માં ન જાવ,જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવુત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ.આ સમયે રસોઈ ન કરો રસોડામાં હ્વાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો. શરીર માથી પાણીનુ પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ,ચા,કોફી,સોફટ ડ્રીક્સ ન લો,પ્રોટીન ની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહાર ને ત્યજો.

કૃષિ વિષયક: આટલુ કરો.

ઉભા પાક ને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહ્ત્વના સ્તરે સિંચાઈ ની માત્રા વધારો.નિદામણ કરી ને જમીન ના ભેજ નું પ્રમાણ જાળવો.વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લર થી સિંચાઈ કરો.

પશુપાલન-આટલુ કરો

પશુઓને છાંયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.તેમની પાસે થી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનુ તાપમાન ઓછું કરવા માટે તેના છત ને ઘાસ ની ગંજી થી ઢાંકો, અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો,પાણીનો છટકાવ કરો કે, ફોગસ લગાવો બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છટકાવ કરો અથવા પશુ ને પાણી ના હવાડા નજીક લઈ જઈ જાવડઅહારમાં તેમને લીલો ચારો આપો.પ્રોટીન્ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી મ પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ.મરઘા ઉછેર કેંદ્ર માં પડદા લગાવો અને હવા ઉજાસ ની યોગ્ય વ્યવ્સ્થા કરો.

આટલુ ન કરો

બપોર ના સમયે પશુઓ ને ચરવા ન લઈ જાવ.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત સરકારનું કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય અપાઈ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Dularchand Yadav: પોસ્ટમોર્ટમમાં મોટો ખુલાસો! ગોળીથી નહીં પણ આ કારણ થી થયું હતું દુલારચંદનું મૃત્યુ
Exit mobile version