News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રનું રાજકારણ તપી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસ હરકતમાં આવી છે. બીજી તરફ મુંબઈ પોલીસે રાજ ઠાકરેને નોટિસ પકડાવી દીધી છે અને આદેશ જાહેર કર્યો છે કે તેણે કોઈ પણ નિવેદન આપવું નહીં જેને કારણે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે.
રાજ ઠાકરે ની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હવે રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. હાલ રાજ ઠાકરેના ઘરની બહાર જબરજસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આજથી મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા. ચારકોપ માં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવામાં આવી. વીડિયો થયો વાયરલ.
