પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશના અનેક રાજ્યોમાંથી ચોમાસું (monsoon) વિદાય લઈ ચૂક્યું છે. ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદ(monsoon)થી રાહત મળી છે. દિલ્હી, યુપી-બિહાર સહિત ઉત્તર ભારતમાં વરસાદથી રાહત મળી છે. પરંતુ મહારાષ્ટ્રના પૂના શહેર આફતનો વરસાદ વરસી રહ્યો છે. 

પૂના શહેર(Pune cuty)માં મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદે (Heavy rain) ભારે તબાહી મચાવી દીધી છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂણે અને પિંપરી-ચિંચવડ(Pimpri Chinchwad)ના ઘણા વિસ્તારોમાં સોમવારે મોડી સાંજથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઘણી હાઉસિંગ સોસાયટી(Housing Society)ઓમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે રસ્તાઓ પર  નદી વહેતી થઇ ગઈ છે. ભારે વરસાદ(heavy rain)થી શહેરના રસ્તા પર પાણીની નદીઓ વહી નીકળી છે. જેમાં કાર સહિતના વાહનો પણ તણાઈ ગયા હોવાનું સામે આવ્યુ છે. 

 

ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ શિવાજીનગરમાં આજે સવારે 5.30 વાગ્યા સુધીમાં 104.5 મિમી વરસાદ નોંધાયો છે. માત્ર ત્રણ કલાકમાં હડપસરમાં 61 મીમી, વાઘાશેરીમાં 58 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સોમવારે રાત્રે વરજેમાં 29 મીમી, કાત્રજમાં 32 મીમી અને એમઆઈટી લોનીમાં 63 મીમી વરસાદ નોંધાયો હતો.

દરમિયાન આજે એટલે કે મંગળવારે પણ મુંબઈ, થાણે અને પુણેમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ સુરક્ષાના દૃષ્ટિકોણથી ફાયર બ્રિગેડ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *