ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
મુંબઇ બાદ ગુજરાત માં આવતીકાલથી બે દિવસ જોરદાર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલે ભારે વરસાદની શક્યતા હોય રોડ રસ્તાઓ પરના ખાડા કે વરસાદી પાણી ભરાવાના મામલે સતર્ક રહેવાની જરૂર છે.
સમગ્ર અઠવાડિયું શહેરમાં હળવા વરસાદનું જોર રહેશે. જો કે રાજ્યના હવામાન વિભાગે, ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે, જેના કારણે કાંઠા વિસ્તાર ના ગામોને તેમજ અમદાવાદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં તંત્રને સાબદું કરી દેવાયું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.
શહેરમાં ગત વર્ષના ચોમાસાની જેમ વરસાદની હજુ ઘટ છે. દર ચોમાસામાં સરેરાશ 30 ઇંચ વરસાદ પડે છે, તેની તુલનામાં અમદાવાદમાં હજુ દસથી બાર ઇંચ વરસાદની જરૂર છે, જોકે આવતી કાલે શહેરમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ હોય મ્યુનિસિપલ તંત્ર સાબદું થયું છે.
હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ડીપ્રેશનમાં ફેરવાતાં, ગુજરાતમાં 9 મી ઓગસ્ટથી સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા છે. સાથે જ માછીમારો ને આગામી દિવસોમા દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે. જે જે જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે ત્યાં તંત્ર એ NDRF ની ટૂકડીઓ પણ તૈનાત કરી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com