મહારાષ્ટ્રના આ ભાગમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ મુંબઈ માટે જાહેર કર્યું આ એલર્ટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

બુધવાર 

મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતા બે દિવસ(૮,૯-સપ્ટેમ્બર) દરમિયાન કોંકણનાં મુંબઇમાં અતિ ભારે વર્ષા(ઓરેન્જ-યલો એલર્ટ),પાલઘરમાં બેસુમાર વર્ષા (રેડ એલર્ટ-યલો એલર્ટ),થાણેમાં અતિ ભારે અને ભારે(ઓરેન્જ-યલો એલર્ટ) જાહેર કરવામાં આવી છે. 

રાયગઢ,રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ૮,૯-સપ્ટેમ્બરે અતિ ભારે અને ભારે વરસાદ(ઓરેન્જ-યલો એલર્ટ) જાહેર કરવામાં આવી છે.

મધ્ય મહારાષ્ટ્રનાં ધુળે,નંદુરબાર, જળગાંવ,સાતારા,નાશિક, પુણે માટે ૮,સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ),મરાઠવાડાનાં ઔરંગાબાદ અને જાલના માટે ૮,સપ્ટેમ્બરે ભારે વર્ષા(યલો એલર્ટ) જાહેર કરવામાં આવ્યું  છે.

જોકે હવામાન ખાતાએ એવો સંકેત પણ આપ્યો છે કે ૯ સપ્ટેમ્બર બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા ઘટતી જશે.હળવાંથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

આજે  મુંબઇના કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૯.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૩.૫ મિલિમીટર વર્ષા નોંધાઇ છે.મુંબઇમાં ૭,સપ્ટેમ્બર સુધીમાં ૨૬૫૩.૪ મિલિમીટર(૧૦૬.૧૩ ઇંચ) વર્ષા નોંધાઇ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment