News Continuous Bureau | Mumbai
Heavy rain : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલો રાયગઢ કિલ્લો પ્રવાસીઓમાં ઘણો પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. જો કે ગઈકાલે સાંજે અહીં પડેલો વરસાદ પ્રવાસીઓ માટે મુશ્કેલીનો વિષય બન્યો હતો. ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો હતો.
Heavy rain રાયગઢના કિલ્લા પર લોકો અટવાયા
#Raigadh #Rain #Fort #Tourist ભારે વરસાદને કારણે રાયગઢના કિલ્લા પર લોકો અટવાયા. જુઓ આ ડરામણો વિડીયો pic.twitter.com/IL2NAJ2Ab2
— news continuous (@NewsContinuous) July 8, 2024
મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં સોમવારે સવારે 3 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કિલ્લાની સીડીઓ પર પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. ઘણા પ્રવાસીઓ કિલ્લા ની સીડીઓ જ અટવાયા છે. કિલ્લાની સીડીઓ પર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પ્રવાસીઓ કોઈક રીતે પોતાની જાતને બચાવતા જોવા મળી રહ્યા છે.
Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ શાળા-કોલેજોમાં જાહેર કરી રજા..