Site icon

ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી… જાણો કયા કયા વિસ્તારોમાં છે હાઈ એલર્ટ..

Mumbai Monsoon Update: Monsoon active again in the state, orange alert for Mumbai and Thane, see Met department forecast

Mumbai Monsoon Update: Monsoon active again in the state, orange alert for Mumbai and Thane, see Met department forecast

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ 

Join Our WhatsApp Community

19 ઓગસ્ટ 2020 

ગુજરાતમાં આવનારા 24 કલાક ગુજરાત માટે ભારે છે. જ્યારે 21 તારીખ થી અમુક સ્થળોએ અતિભારે વરસાદની સાથે જ કેટલાક વિસ્તારોમાં આભ ફાટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં પહેલેથી જ વરસાદના પાણી ઘુસી ગયા છે. હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે એમ છે.  આથી જ સ્થાનિક પ્રશાસન અને સરકારી એજન્સીઓ ને 21 થી 27 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ રહેવાનું કહેવાયું છે. આભ ફાટવાની સંભાવનાવાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો હાજર કરી દેવાઈ છે. જ્યારે દરિયા કિનારાના ગામો ને સહી સલામત સ્થળે સ્થાનાંતરણ કરવાનું કહેવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઇ છે. 

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે. બંગાળની ખાડીમાં નવું લો પ્રેસર સર્જાયા બાદ તે વધુ ઘાતક બની રહ્યું છે. આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તેમજ 21 ઓગસ્ટ પછી અતિ ભારે વરસાદની સંભાવના હોવાને કારણે, ગઈ કાલે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પણ સમગ્ર તંત્રની આગામી 27 મી ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઇ છે. વેધર વોચ ગ્રુપને હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,  ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, સહિત વડોદરા, નર્મદા,  ભરૂચ, પંચમહાલ,  છોટાઉદેપુર, સુરત, નવસારી સહિત 186 જિલ્લાઓને સાબદા રહેવાનું સૂચન કરાયું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version