News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Forecast : મુંબઈમાં ચોમાસાનું ( Monsoon ) આગમન થયું ત્યારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે. તો રાજ્યમાં પણ વરસાદ જોર પકડતો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે . એવું માનવામાં આવે છે કે ચોમાસું મહારાષ્ટ્ર ( Maharashtra ) પહોંચવામાં હજુ બે દિવસ લાગશે. દરમિયાન રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને કોકણ જિલ્લામાં આગામી 4 દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હાલ સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે ( IMD ) થાણે , મુંબઈ , પાલઘર, રાયગઢ જિલ્લાઓમાં વરસાદ ( Rain ) માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય પુણે, અહમદનગર, કોલ્હાપુર, સતારા, સાંગલી જિલ્લામાં પણ વરસાદ માટે યલો એલર્ટ ( Yellow Alert ) આપવામાં આવ્યું છે. ઉપરાંત, IMD એ રત્નાગીરી, સિંધુદુર્ગ, સોલાપુર જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત રાજ્યભરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી ( Rain Forecast ) કરવામાં આવી છે.
#हवामानअंदाज
आज व उद्या कोंकणासह दक्षिण व मध्य महाराष्ट्र, उत्तर मध्य महाराष्ट्र तसेच मराठवाड्यातील काही ठिकाणी पाऊस किंवा मेघगर्जनेसह पाऊस पडण्याची शक्यता आहे.#WeatherUpdate pic.twitter.com/NWJCbnviBe— MAHARASHTRA DGIPR (@MahaDGIPR) June 10, 2024
Maharashtra Weather Forecast : વિદર્ભના ઘણા જિલ્લાઓને પણ હાલ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે…
વિદર્ભના ઘણા જિલ્લાઓને પણ હાલ વરસાદ માટે યલો એલર્ટ ( IMD forecast ) આપવામાં આવ્યું છે. જેમાં બુલઢાણા , ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર , વર્ધા જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD એ આગામી ચાર દિવસ માટે વિદર્ભના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને જોરદાર વરસાદ વચ્ચે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
कोंकण, मध्य महाराष्ट्र आणि मराठवाड्यातील जिल्ह्यांमध्ये तुरळक ठिकाणी विजांच्या कडकडाटासह वादळ, सोसाट्याचा वारा (50-60 किमी प्रतितास वेग) आणि मुसळधार ते अति मुसळधार पाऊस पडण्याची शक्यता आहे.
— Regional Meteorological Center,Mumbai (@RMC_Mumbai) June 10, 2024
આ સમાચાર પણ વાંચો : PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સરકાર સહાય પ્રદાન કરશે
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં મોટા ભાગના સ્થળોએ અને મરાઠવાડામાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે પુણે , પાલઘર, અહેમદનગર, સાતારા, ધારાશિવ, બીડ, લાતુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે .
બીજી તરફ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર , મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ અને તોફાની પવનો સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)