Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Forecast : મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ રહેશે ભારે પવન સાથે જોરદાર વરસાદ, મુંબઈ, થાણે સહિત રાયગઢમાં યલો એલર્ટ.. જાણો સંપુર્ણ IMD અપડેટ…

Maharashtra Weather Forecast : ભારતીય હવામાન વિભાગે થાણે , મુંબઈ , પાલઘર, રાયગઢ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય પુણે, અહમદનગર, કોલ્હાપુર, સતારા, સાંગલી જિલ્લામાં પણ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત, IMD એ રત્નાગીરી, સિંધુદુર્ગ, સોલાપુર જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત રાજ્યભરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy rain with strong wind for next four days in Maharashtra, yellow alert in Raigad including Mumbai, Thane. IMD

Heavy rain with strong wind for next four days in Maharashtra, yellow alert in Raigad including Mumbai, Thane. IMD

 News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Forecast :  મુંબઈમાં ચોમાસાનું ( Monsoon ) આગમન થયું ત્યારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે. તો રાજ્યમાં પણ વરસાદ જોર પકડતો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે . એવું માનવામાં આવે છે કે ચોમાસું મહારાષ્ટ્ર ( Maharashtra  ) પહોંચવામાં હજુ બે દિવસ લાગશે. દરમિયાન રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને કોકણ જિલ્લામાં આગામી 4 દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હાલ સંભાવના છે. 

Join Our WhatsApp Channel

ભારતીય હવામાન વિભાગે ( IMD ) થાણે , મુંબઈ , પાલઘર, રાયગઢ જિલ્લાઓમાં વરસાદ ( Rain ) માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય પુણે, અહમદનગર, કોલ્હાપુર, સતારા, સાંગલી જિલ્લામાં પણ વરસાદ માટે યલો એલર્ટ ( Yellow Alert ) આપવામાં આવ્યું છે. ઉપરાંત, IMD એ રત્નાગીરી, સિંધુદુર્ગ, સોલાપુર જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.  આ ઉપરાંત રાજ્યભરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી ( Rain Forecast ) કરવામાં આવી છે.

Maharashtra Weather Forecast : વિદર્ભના ઘણા જિલ્લાઓને પણ હાલ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે…

વિદર્ભના ઘણા જિલ્લાઓને પણ હાલ વરસાદ માટે યલો એલર્ટ ( IMD forecast  ) આપવામાં આવ્યું છે. જેમાં બુલઢાણા , ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર , વર્ધા જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD એ આગામી ચાર દિવસ માટે વિદર્ભના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને જોરદાર વરસાદ વચ્ચે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર  પણ વાંચો :  PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સરકાર સહાય પ્રદાન કરશે

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં મોટા ભાગના સ્થળોએ અને મરાઠવાડામાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે પુણે , પાલઘર, અહેમદનગર, સાતારા, ધારાશિવ, બીડ, લાતુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે .

બીજી તરફ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર , મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ અને તોફાની પવનો સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bengal CM Race| શુભેન્દુ અધિકારી કે કોઈ નવો ચહેરો? બંગાળમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપની કવાયત તેજ, CM પદના દાવેદારો વિશે જાણો લેટેસ્ટ અપડેટ
West Bengal BJP Victory 2026| બંગાળમાં કમળ ખીલતા જ વિદેશમાં ઉજવણી? આ દેશે PM મોદીની જીતને ગણાવી ‘ઐતિહાસિક’, જાણો કયો દેશ થયો ગદગદ
Chandranath Rath Murder Eyewitness| ‘ચારે બાજુ ગોળીઓનો અવાજ હતો…’ શુભેન્દુ અધિકારીના PAની હત્યાના સાક્ષીએ ખોલ્યા રહસ્યો, હુમલાખોરોનું શું હતું આયોજન?
Suvendu Adhikari PA Murder। ઓવરટેક કરીને આડેધડ ફાયરિંગ! શું શુભેન્દુ અધિકારીના PAની હત્યા પાછળ મોટું કાવતરું છે? જાણો ઘટનાની ઇનસાઇડ ડિટેલ્સ
Exit mobile version