ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
6 જુલાઈ 2020
મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાટ્રે ધીમો પડી રહ્યો છે પરંતુ સવારથી સાંજ સુધી એકધારો મુશળધાર વરસી રહ્યો છે. જેને કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, બીજી બાજુ ત્રણ દિવસથી જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈના દરિયામાં તોફાની ઊંચી ઊંચી લહેરો ઊઠી રહી છે. એક બાજુ વરસાદ અને બીજી બાજુ સમુદ્રમાં ભરતી આવતાં તળાવોમાં પણ પાણી છલકાઈ રહ્યું છે. આ વેળા હવામાન ખાતાનું અનુમાન સો ટકા સાચું પડ્યું છે. જોકે બીએમસી અને મહારાષ્ટ્ર સરકારે હવામાનખાતાની આગાહીને ગંભીરતાપુર્વક લઈ અગાઉથી જ તૈયારીઓ કરી રાખી હતી. જેને કારણે હજુ સુધી કોઈ જાનમાલનું નુકસાન જણાયું નથી. પરંતુ, હિંદમાતા, મહમદ અલી રોડ, પાટણ વાળા લેન, ભાઈખલા, વડાલા, સાકીનાકા, વિહાર રોડ, કુર્, લાબાંદરાની નૅશનલ કૉલેજ, અંધેરી સબ વે, ચેબુર બ્રિજ જેવા વિસ્તારોમાં કેડથી પણ ઉપર સુધી પાણી વહી રહ્યા છે. જેને કારણે પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા તમામ ઘરવખરી તણાઇ ગઇ છે.
વાસ્તવમાં પવાઈ તળાવ ઓવરફ્લો થઈ જતા ઉત્તરના આ વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ થઈ છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં 545 કરોડ લિટર પાણી ભરાયા નું નોંધાયું છે. બીએમસીએ 1890 માં 12.59 કરોડ રૂપિયાના ખર્ચે આ તળાવ બાંધ્યું હતું. જેનું ક્ષેત્રફળ 6.61 ચોરસ કિલોમીટર છે. આમ તો તળાવની સપાટી 195 મીટર સુધીની છે પરંતુ આજકાલના વરસાદે 545 કરોડ લીટર પાણીની સપાટી વટાવી દીધી છે. આ વધારાનું પાણી મુંબઈની મીઠી નદીમાં જઈ રહ્યું છે. ત્યારબાદ આ પાણી આસપાસના વિસ્તારોમાં પ્રસરી ને લોકોના ઘરમાં ભરાઈ રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com