ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
7 જુલાઈ 2020
ભારે વરસાદને કારણે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં સતત વરસાદ હજી પણ પડી રહ્યો છે, જેના કારણે કેટલાક ભાગોમાં પાણી ભરાયા છે. હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે, આગામી કેટલાક કલાકોમાં શહેર અને થાણેમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
છેલ્લા બાપોરથી અત્યાર સુધીમાં મુંબઈના…
બોરીવલી 50 મીમી,
કાંદિવલી 49 મીમી,
મુલુંડ 41.66 મીમી,
મલાડ 37 મીમી,
વર્સોવા 31.25 મીમી,
જ્યારે બેલાપુર જેવા નવી મુંબઈના ભાગોમાં….
બેલાપુર 28.5 મીમી વરસાદ નોંધાયો છે.
નેરુલનો 31.2 મીમી વરસાદ અને
જુઇનગરમાં 31 મીમી.
થાણેમાં સૌથી વધુ 61.7 મીમી વરસાદ નોંધાયો છે..
રડાર અને સેટેલાઇટ પરથી જોવા મળતી તસવીરો પરથી જોવા મળ્યા મુજબ મુંબઇ અને આજુબાજુ ના વિસ્તારોમાં તીવ્ર વાદળો બંધાયેલાં જોવાં મળે છે. બીજી બાજુ દક્ષિણ કોંકણના આકાશ કાળાડીબાંગ વાદળો થઈ ઢંકાઈ ગયું છે. એમ આઇએમડીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (પશ્ચિમ ક્ષેત્ર) એ મીડિયા ને જણાવ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com