News Continuous Bureau | Mumbai
ગત દિવસોમાં બિહારના સરન જીલ્લાના છાપરા, મશરખ, આમોર અને મઢોરા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાને કારણે 40 વધુ લોકોના મૃત્યુ થયા છે. અનેક લોકોની આંખો પર અને અન્ય અંગો પર આ લઠ્ઠાકાંડની અસર થયેલી જોવા મળે છે. આ ઘટના નિંદનીય છે.
દારુ કે, ઝેરી દારૂનું સેવન સર્વથા નુકશાનને નોતરે છે. સમાજમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ. જે લોકોએ આ ઘટનામા પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેઓને તેમનાં કૃત્ય બદલ માફ ન કરી શકાય. પરંતુ સાથે સાથે એ પ્રશ્ન પણ ઉદભવે કે પાછળ જે પરિવારજનો જીવતા રહી ગયા તેમની વ્યથાનું શું ? તેમની હવે પછીની જીંદગીમાં આવનારી વિવિધ મુશ્કેલીઓનું શું ? આ કાંડમાં
મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો માટે બેવડાં દુ:ખની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઘરના સભ્યનું મૃત્યુ અને બીજી તરફ આર્થીક મુશ્કેલી.
આ સમાચાર પણ વાંચો: એલર્ટ / ડાઈટમાંથી આવી રીતે ઘટાડો નમકની માત્રા, નહીંતર થઈ શકે છે હાઈ બ્લડ પ્રેસરનું જોખમ
પૂજ્ય મોરારિબાપુએ બિહારના લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવી પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા પાંચ હજારની તત્કાલ સહાયતા રાશિ પ્રેષિત કરવા જણાવેલ છે. દિલ્હી અને પટના સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ પહોંચતી કરવામાં આવશે. આ કરુણ ઘટનામાં જે પરિવારો નિસહાય બન્યા છે તેમને મોકલવામાં આવનારી આ સહાય ફુલ રૂપિયા 2,50,000 છે. પૂજ્ય મોરારિબાપુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.