ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
તાજેતરમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી મહિલા ટેનિસ ટીમ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલ આંતર યુનિવર્સિટી વેસ્ટ ઝોન મહિલા ટેનિસ ટૂર્નામેન્ટ ખાતે ત્રીજા ક્રમે ચેમ્પિયનશીપમાં વિજેતા બની છે. બ્રોન્ઝ મેડલ મેળવતા આગામી નેશનલ અને ખેલો ઇન્ડિયા બન્ને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમની પંસદગી થતા આગામી સમયમાં મહિલા બન્ને સમગ્ર દેશના વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે.
યુનિવર્સિટીમાં યોજાયેલ આંતર કોલેજ ટેનિસ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં મહેસાણા સાર્વજનિક કોલેજની બે વિદ્યાર્થીનીઓ તેમજ પાટણની બે વિદ્યાર્થીનીઓ મળી 4 મહિલા ખેલાડીઓની ટીમે ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સમગ્ર રાજ્યની વિવિધ યુનિવર્સિટીની ટીમો વચ્ચે સ્પર્ધાઓ યોજાયા બાદ ફાઇનલમાં ત્રીજા ક્રમે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મહિલા ટીમ વિજેતા બની બોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશીપમાં ઉત્તર ગુજરાત સહિત હેમ.યુનિનું નામ રોશન કર્યું હતું.
યુનિના શારીરિક નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, યુનિની ટેનિસ ટીમ ત્રીજા ક્રમે રહી બોન્ઝ મેડલ મેળવ્યો છે. વેસ્ટ ઝોનમાં 1થી 4 ક્રમ આવનાર ટીમો ખેલો ઇન્ડિયા અને નેશનલ સ્પર્ધા માટે રમવા જાય છે. આપણી ટીમ આગામી માર્ચના અંતમાં નેશનલ સ્પર્ધા અને મે માસમાં ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેશે. તેમાં વિજેતા બનશે તો ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે.
ચારેય ખેલાડીઓના નામ: ચૌધરી ઋત્વી સાર્વજનિક કોલેજ મહેસાણા ચૌધરી હેતવી સાર્વજનિક કોલેજ મહેસાણાસોની પ્રાપ્તિ બી ડી કોલેજ પાટણ પટેલ દિવ્યાંશી સાયન્સ કોલેજ પાટણ