Site icon

ગુજરાતની આ યુનિવર્સિટીની મહિલા ટેનિસ ટીમે બતાવ્યું કૌશલ,ચેમ્પિયનશીપમાં જીત્યું  બ્રોન્ઝ મેડલ, ખેલો ઇન્ડિયામાં કરશે પ્રતિનિધિત્વ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ, 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર,  

તાજેતરમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી મહિલા ટેનિસ ટીમ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલ આંતર યુનિવર્સિટી વેસ્ટ ઝોન મહિલા ટેનિસ ટૂર્નામેન્ટ ખાતે ત્રીજા ક્રમે ચેમ્પિયનશીપમાં વિજેતા બની છે. બ્રોન્ઝ મેડલ મેળવતા આગામી નેશનલ અને ખેલો ઇન્ડિયા બન્ને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમની પંસદગી થતા આગામી સમયમાં મહિલા બન્ને સમગ્ર દેશના વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે.

 

યુનિવર્સિટીમાં યોજાયેલ આંતર કોલેજ ટેનિસ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં મહેસાણા સાર્વજનિક કોલેજની બે વિદ્યાર્થીનીઓ તેમજ પાટણની બે વિદ્યાર્થીનીઓ મળી 4 મહિલા ખેલાડીઓની ટીમે ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

સમગ્ર રાજ્યની વિવિધ યુનિવર્સિટીની ટીમો વચ્ચે સ્પર્ધાઓ યોજાયા બાદ ફાઇનલમાં ત્રીજા ક્રમે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મહિલા ટીમ વિજેતા બની બોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશીપમાં ઉત્તર ગુજરાત સહિત હેમ.યુનિનું નામ રોશન કર્યું હતું.

રાજકીય ગલીયોમાં ચર્ચા.. ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી આંધ્રપ્રદેશથી બની શકે છે રાજ્યસભાનાં સાંસદ, આ પાર્ટી નામ નોમિનેટ કરે એવી સંભાવના

યુનિના શારીરિક નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, યુનિની ટેનિસ ટીમ ત્રીજા ક્રમે રહી બોન્ઝ મેડલ મેળવ્યો છે. વેસ્ટ ઝોનમાં 1થી 4 ક્રમ આવનાર ટીમો ખેલો ઇન્ડિયા અને નેશનલ સ્પર્ધા માટે રમવા જાય છે. આપણી ટીમ આગામી માર્ચના અંતમાં નેશનલ સ્પર્ધા અને મે માસમાં ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેશે. તેમાં વિજેતા બનશે તો ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે. 

ચારેય ખેલાડીઓના નામ: ચૌધરી ઋત્વી સાર્વજનિક કોલેજ મહેસાણા ચૌધરી હેતવી સાર્વજનિક કોલેજ મહેસાણાસોની પ્રાપ્તિ બી ડી કોલેજ પાટણ પટેલ દિવ્યાંશી સાયન્સ કોલેજ પાટણ 

સલમાન ખાન સાથે ફરીથી  ફિલ્મ કરવા પર સંજય લીલા ભણસાલીએ તોડ્યું મૌન, અભિનેતા ને લઈ ને કહી આ વાત; જાણો વિગત

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version