ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
બીજા ચરણના કોરોનાના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે જે હેઠળ ૬૦ વર્ષથી ઉપરના તેમજ ૪૫ વર્ષથી ઉપરના લોકો ને રસી આપવામાં આવી રહી છે. આવા સમયે હરિયાણા સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ એ કહ્યું છે કે તેઓ રસી નહીં લે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી સાર્વજનિક કરી હતી. ઉલ્લેખનીય છે કે અનિલ વિજ એ કોરોના રસી લીધી હતી અને ત્યારબાદ તેમને કોરોના થયો હતો. તેમનું સ્વાસ્થ્ય એટલું બધું કથળી ગયું હતું કે તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.
પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું કે મારા શરીરની એન્ટીબોડી 300 છે. આ પરિસ્થિતિમાં મને કોરોના ની રસી લેવાની જરૂર નથી. પરંતુ બીજા બધા આ રસી જરૂર લે.
